Pramāṇa · Search · About · API

Uttarajjhayana 476

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 476

Language
Gujarati

476

વિવેચન–૧૬૩, ૧૬૪
સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ સ્નૂષા એટલે પુત્રવધૂ. ઉરમાં થયેલ તે ઔરસ, સ્વયં ઉત્પાદિત પુત્ર. તે માતા આદિ મારું રક્ષણ કરવાને સમર્થ નથી. કેવા પ્રકારના મારું? છેદાતો એવો, કોનાથી - સ્વકૃત કર્મોથી એટલે કે સ્વકર્મથી વિહિતને બાધા અનુભવતા, આ માતા આદિ ત્રાણને માટે થતાં નથી. - X - X - તેથી સમ્યગ્‌બુદ્ધિ વડે કે સ્વપ્રેક્ષાથી જુએ કે અવધારે. શમિત દર્શનના પ્રસ્તાવથી મિથ્યાત્વરૂપ જેના વડે તે પ્રમાણે કહેવાયેલ હોય, અથવા જીવાદિ પદાર્થોમાં સમ્યક્‌ દૃષ્ટિ જેની છે તે સમિત દર્શન. તે સમ્યગ્‌દૃષ્ટિ થઈને તેને છેદે - X -
તે માટે વિષયની આસક્તિને અને સ્વજનાદિના પ્રેમની પણ અભિલાષા ન કરે. અભિલાષાનો જ નિષેધ કર્યો પછી કરવાની વાત જ ક્યાં રહી? વળી પૂર્વ પરિચય - જેમ કે - ‘આપણે એક ગામના છીએ’ ઈત્યાદિ, જે કારણે કોઈ અહીં કે બીજે ત્રાણને માટે થતાં નથી (કોને?) સ્વકર્મથી પીડાતા ધર્મરહિતોને. આ જ અર્થને વિશેષથી અનુધના જ ફળને કહે છે –

Linked texts (2)