Uttarajjhayana 482
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 482
- Language
- Gujarati
482
વિવેચન–૧૬૮
અપાય તે આદાન - ધન, ધાન્યાદિ. નરકના કારણપણાથી નરક છે તેમ જાણીને શું? ન ગ્રહણ કરે, ન સ્વીકારે યાવત્ તણખલું પણ ન લે, તો ચાંદી-સોનાની વાત ક્યાં રહી? તો પ્રાણ ધારણ માટે શું કરે? પોતાને આહાર વિના ધર્મધુરાને ધારણ કરવા સમર્થ ન હોવાના સ્વભાવથી જુગુપ્સા કરે.
આત્મનઃ એટલે પોતાના ભાજન કે પાત્રમાં ભોજન સમયે ગૃહસ્થો વડે અપાયેલ આહારનું જ ભોજન કરે. આના વડે આહારનો પણ ભાવથી અસ્વીકાર કહ્યો. જુગુપ્સા શબ્દ વડે તેનો અપ્રતિબંધ દર્શાવ્યો. પછી પરિગ્રહ આશ્રયનો નિરોધ કહ્યો. તેના ગ્રહણથી મધ્યેના મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન રૂપ ત્રણે આશ્રયનો નિરોધ કહ્યો.
અથવા ‘સત્ય’ શબ્દથી સાક્ષાત્ સંયતને કહેતા મૃષાવાદ નિવૃત્તિ બતાવી. કેમકે તેના દ્વારથી પણ તેનું સત્યત્વ છે. ‘આદાન’આદિથી સાક્ષાત્ અદત્તાદાન વિરતિ કહી. અદત્તનું આદાન-ગ્રહણ રૂઢ છે. તેને નરકનો હેતુ જાણીને તણખલું પણ કોઈએ આપ્યા વિનાનું ન લે. ‘ગવાસ’ ઈત્યાદિથી પરિગ્રહ આશ્રવનો નિરોધ કર્યો. તેના નિરોધથી અપરિગૃહિતા સ્ત્રી પણ ન ભોગવે, એમ કરીને મૈથુન આશ્રયનો નિરોધ કહ્યો. તો આજીવિકા કેમ કરે?
આત્માની જુગુપ્સા કરતો પાત્રમાં અપાયેલ ભોજનને વાપરે. પાત્ર ગ્રહણથી બંને વ્યાખ્યામાં - X - પાત્રના ગ્રહણથી કોઈને એમ થાય કે આમાં નિષ્પરિગ્રહતા ક્યાં રહી? તેથી કહે છે – પાત્ર ન લેવાથી તેવા પ્રકારની લબ્ધિ આદિના અભાવથી હાથમાં ખાઈ શકવાના અભાવે ગૃહસ્થના ભાજનમાં જ ભોજન કરે. તેમાં ઘણાં દોષનો સંભવ છે. શય્યંભવ સૂરિએ કહ્યું છે કે - તેમાં પશ્ચાત્કર્મ કે પૂર્વકર્મ થાય માટે તે ન કલ્પે. એ પ્રમાણે પાંચ આશ્રવના વિરમણ રૂપ સંયમ કહ્યો. કેટલાંક તે સ્વીકારતા નથી, માટે કહે છે કે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati