Pramāṇa · Search · About · API

Uttarajjhayana 488

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 488

Language
Gujarati

488

વિવેચન–૧૭૧
પ્રાકૃત, સંસ્કૃત આદિ રૂપ આર્ય વિષયક જ્ઞાન મુક્તિનું અંગ બની શકતા નથી કે પાપથી રક્ષણ આપતા નથી. કોણ? તે કહે છે – બોલાય તે ભાષા - વચનરૂપ, આ અચિંત્ય મણિ-મંત્ર મહા ઔષધિનો પ્રભાવ તે અઘોરાદિ મંત્ર રૂપ વાણી રક્ષણને માટે થાય છે. તેમ કહે છે કઈ રીતે? જેના વડે તત્ત્વ જણાય તે વિદ્યા - વિચિત્ર મંત્રરૂપ, તેનું શિક્ષણ તે વિદ્યાનું શાસન, તે પાપથી તે ભવથી રક્ષણ આપે છે, બીજું કંઈ નહીં.
આ પ્રમાણે ‘વાણી માત્ર’ જ મુક્તિનું અનુષ્ઠાન ગણી, બાકીનાની વ્યર્થતા બતાવે છે.
પરંતુ જેઓ માત્ર વિદ્યાને રક્ષણરૂપ ગણે છે તેમના પ્રતિ કહે છે કે – અનેક પ્રકારે મગ્ન છે, ડૂબેલા છે, શેમાં? પાપકર્મોમાં પાપહેતુક હિંસાદિ અનુષ્ઠાનોમાં. કેમકે સતત તેને કરે છે. અથવા વિષણ્ણ - વિષાદને પામેલા છે. આ પાપાનુષ્ઠાનોથી - કઈ રીતે આવા અનુષ્ઠાનોથી અમારું ભાવિ થશે? તે એવા પ્રકરના કેવા છે? રાગદ્વેષથી આકુલિત, પોતાને પંડિત માનતા એવા. પણ તેઓ સમ્યક્‌ રીતે જાણકાર હોતા નથી. - X - X - છતાં પોતાને જાણકાર માનીને અભિમાનથી ફરનારા થાય છે. સામાન્યથી જ મુક્તિપથ પરિપંથીના દોષના દર્શન માટે કહે છે –

Linked texts (2)