Pramāṇa · Search · About · API

Uttarajjhayana 490

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 490

Language
Gujarati

490

વિવેચન–૧૭૨
જે કોઈ શરીરના વિષયમાં બદ્ધ આગ્રહવાળા - આસક્ત છે. ક્યાં? તે કહે છે – સુસ્નિગ્ધ ગૌરત્વ આદિમાં, સુસંસ્થાનપણામાં, સ્પર્શ આદિમાં, વસ્ત્રાદિ આસક્તિવાળા છે. સર્વથા સ્વયં કરણ-કારણ આદિ પ્રકારોથી - મન વડે ‘અમે કઈ રીતે વર્ણાદિવાળા થઈશું?’ એમ વિચારતા વચન વડે - રસાયણાદિના પ્રશ્નો પૂછીને, કયા વડે - રસાયણ આદિના ઉપયોગથી - X - X - માત્ર મુક્તિવાદિને કેવલ તે જાણવા માત્રથી દુઃખોથી મુક્તિ ન મળે. પાપના પચ્ચક્‌ખાણ - ત્યાગની જરૂર નથી, તેવું કહેનાર - માનનાર આ જન્મમાં પણ દુઃખના ભાગી થાય છે.
તેઓ કેવા દુઃખ ભાગી થાય તે દર્શાવતા કહે છે –

Linked texts (2)