Uttarajjhayana 494
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 494
- Language
- Gujarati
494
વિવેચન–૧૭૪
બહિ એટલે ભવથી બહિર્ભૂત, ઉર્ધ્વ - સર્વથી ઉપરની સ્થિતિ અર્થાત્ મોક્ષને ગ્રહણ કરીને મારે આ પ્રયોજન માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એવો નિશ્ચય કરીને, બુદ્ધિથી અવધારીને. અથવા બહિઃ - આત્માથી બહિર્ભૂત એવા ધન ધાન્યાદિ, ઉર્ધ્વ - અપવર્ગને ગ્રહણ કરી હેયપણાથી અને ઉપાદેયપણાથી જાણીને. વિષયાદિની અભિલાષા ન કરે. ક્યાંય કોઈ આસક્તિ ન કરે. કદાચ કોઈ ઉપસર્ગ કે પરીષહ આદિથી આકુલિત થાય તો પણ તેમ ન કરે.
આ પ્રમાણે શરીરને ધારણ કરવું જ યુક્ત છે. આ પ્રમાણે ધારણ કરવાથી આકાંક્ષાનો સંભવ ન રહે. તે પણ આત્માથી બહિર્ભૂતત્વ છે. તેથી કહે છે – પૂર્વકાલ ભાવિ તે કર્મ - પૂર્વકર્મ. તેનો ક્ષય, તેના અર્થે આ પ્રત્યક્ષ શરીરને ઉચિત આહારાદિના ભોગથી પરિપાલન કરે. કેમકે તેની ધારણ કરવાની વિશુદ્ધિના હેતુપણે છે. તેના પતનથી જ ભવાંતરમાં ઉત્પત્તિ કરાવનાર અવિરતિનું પણ પતન છે. તેથી શરીરનું ઉદ્ધરણ પણ અનાસક્તિપણાથી જ કરવું જોઈએ. જે પ્રમાણે શરીરના પાલનમાં પણ આસક્તિનો સંભવ નથી, તે પ્રમાણે દર્શાવતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati