Uttarajjhayana 498
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 498
- Language
- Gujarati
498
વિવેચન–૧૭૬
સમ્યગ્ - એકીભાવથી જેના વડે આત્મા નરકાદિમાં નિક્ષેપિત કરાય છે, તે સંનિધિ. ‘સવારે મને આ કામ લાગશે’ એમ વિચારીને વધારાનું અશન લાવીને રાખી મૂક્યું. તે સાધુ ન કરે. લેપ - ગાડાનું કીલ આદિ વડે નિષ્પાદિત પાત્રમાં પરિગ્રહણ કરે. તેની માત્રા - મર્યાદા, કેમકે માત્રા શબ્દનો મર્યાદા વાચી અર્થ રૂઢ છે. - X - આ લેપમાત્રાથી, માત્ર એક લેપની મર્યાદા કરીને, પણ કિંચિત્ માત્ર વધુ સંનિધિ ન કરે. અથવા આ માત્રા શબ્દ પરિમાણ અર્થમાં છે. તેનો અર્થ આ છે –
લેપમાત્રા વડે પાત્રને ઉપલિપ્ત કરાય તેટલા પરિમાણમાં પણ સંનિધિ ન કરે. તો વધારે સંનિધિની વાત જ ક્યાં રહી? કોણ? સંપત. તો શું પાત્રાદિ ઉપકરણની સંનિધિ પણ ન કરવી જોઈએ? તેથી કહે છે – પક્ષીની માફક. જેમ પક્ષી - પડવાથી રક્ષણ કરે તે પત્ર - પાંખનો સંચય કરીને વિચરે છે. એ પ્રમાણે સાધુ પણ પાત્ર અને ઉપલક્ષથી બીજા ઉપકરણો લઈને વિચરે. કેવી રીતે વિચરે? તે કહે છે –
નિરપેક્ષ - અભિલાષા રહિતપણે, અથવા તેના વિનાશ આદિમાં શોકને ન કરતો તેવો નિરપેક્ષ - આસક્તિ રહિત. તે પ્રમાણે પ્રતિદિન સંયમ પલિમંથ ભીરુપણાથી પાત્રાદિ ઉપકરણની સંનિધિ કરવા છતાં તેમાં કોઈ દોષ નથી. તેમ જાણવું. અથવા લેપમાત્રા વડે પણ સંનિધિ ન કરે તો કઈરીતે આગામી દિવસે ભોજન કરવું? તે કહે છે
પક્ષીની જેમ નિરપેક્ષ થઈને. માત્ર - પડતાંને ધારી રાખે તેવું ભોજન અર્થાત્ નિયોગને ગ્રહણ કરીને ભિક્ષાર્થે પર્યટન કરે. અહીં આવું કહેવા માંગે છે કે - મધુકર વૃત્તિથી જ તેણે નિર્વાહ કરવાનો છે. પછી તેને સંનિધિ કરવાનું શું પ્રયોજન છે? હવે જે કહ્યું કે – ‘કરેલું પામીને ભોજન કરે.’ તેમાં કઈ રીતે તેનો લાભ થાય? તેનો ઉપાય કહે છે - અથવા જે કહ્યું કે - નિરપેક્ષ થઈને ભ્રમણ કરે, તેને અભિવ્યક્ત કરવાને માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati