Pramāṇa · Search · About · API

Uttarajjhayana 50

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 50

Language
Gujarati

50

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૧ + વિવેચન [૧/નિર્યુક્તિ-૬૧ + વિવેચન]
ઉક્તરૂપ સંબંધન સંયોગ, કષાય - ક્રોધાદિથી વ્યાપ્ત અર્થાત્‌ પ્રભૂત કષાયના, થાય છે. કોને? જીવને. કેવા પ્રકારે? સંબંધી વસ્તુ તે-તે સ્વકૃત્યમાં નિયોજવાને સમર્થ થાય છે. તેથી પ્રભુ. ઉક્તથી વિપરીત તે અપ્રભુ. બંનેના પણ સંયોગ સામ્ય પ્રતિ કારણ કહે છે – આ મારા નગર, જનપદ આદિ મમત્વના આચારથી. અર્થાત્‌ મારા સંબંધીપણે બાહ્ય વસ્તુમાં તત્ત્વથી જે રાગ, તે જ સંબંધન સંયોગ છે. આના દ્વારા કષાય બહુલત્વમાં હેતુ કહ્યો અને કષાય બહુલ કહેવા વડે કષાયદ્વારથી સંબંધ સંયોગને કર્મબંધ હેતુપણે જણાવાયેલ છે.
(શંકા) મિથ્યાત્વ આદિ બંધના હેતુ છે, તે શા માટે કષાયની સત્તા માત્રથી તેનો હેતુ જણાવેલ છે? (સમાધાન) ત્યાં તેનું જ પ્રાધાન્ય છે અને તેનું પ્રાધાન્ય બંધના તારતમ્યથી તેનું જ તારતમ્ય છે. જેમ શ્વેતવર્ણની બહુલતાને લીધે સફેદ બગલો એમ કહ્યું, તેમ કષાયની બહુલતાવાળો જીવ કહેવો. તેથી અકષાય હેતુપણામાં ઔપશમિકાદિ ભાવમાં નામાદિ સંયોગોના સજીવ-વિષયત્વમાં પણ શીત-ઉષ્ણ આદિ વિરોધી સંયોગોનો સંબંધન સંયોગ પણ વિરુદ્ધ નથી. - X - X - X - X - આ સંબંધન સંયોગનું સ્વરૂપ કહ્યું.
હવે તેને જ ફળથી પ્રરૂપણાપૂર્વક ‘વિપ્રમુક્ત’નું વ્યાખ્યાનાદિ કહે છે –

Linked texts (1)