Uttarajjhayana 49
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 49
- Language
- Gujarati
49
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૬૦ + વિવેચન [૧/નિર્યુક્તિ-૬૦ + વિવેચન]
પ્રત્યય - જેના વડે અર્થ જણાય તે, જ્ઞાનકારણ ઘટ આદિ છે. - X - જ્ઞાનને આશ્રીને બહુ પ્રકારે આત્માનો જે સંયોગ તે ઉભય સંબંધન સંયોગ છે, તે બહુત્વ પ્રત્યયોનું અને તેના વિશિષ્ટ જ્ઞાનોનું બહુવિધત્વથી છે. વૃદ્ધાચાર્યો કહે છે – ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન એ પ્રમાણેના પ્રત્યયોથી જ્ઞાનો થાય છે. તેમ હોવાથી જ્ઞાન વડે આત્મદ્વારક, મને આ જ્ઞાન છે, તે પ્રત્યયથી પરદ્વારક છે. મારા જ્ઞાનનો આ વિષય છે. એ જ્ઞાનદ્વારકત્વથી તેને પરદ્વારક કહ્યું. ઉભય વિષયત્વથી ઉભયસંબંધ સંયોગ. એ પ્રમાણે કેવલીને પણ ઉભયસંયોગ જ છે? નિર્વૃત્તિઃ ભિન્ર-ક્રમત્વથી નિવૃત્તિ જ - સર્વ આવરણના ક્ષયથી ઉત્પત્તિ જ જિનસંબંધી જ્ઞાનનો પ્રત્યય છે. છદ્મસ્થને મતિ આદિ જ્ઞાન હોય તો પણ ઉપયોગરૂપ બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખે છે, તેથી કહે છે – ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન થાય છે. કેવલીને તો જ્ઞાન લબ્ધિરૂપતાથી ઉત્પન્ન છે. તેથી ઉપયોગરૂપ પણે બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખતા નથી. કેમકે તેમને બધું જ પ્રત્યક્ષ છે. તેથી કેવળજ્ઞાનના સર્વત્ર સતત ઉપયોગથી નોપયોગ પ્રતિ બાહ્ય અપેક્ષાની નિર્વૃત્તિ જ પ્રત્યય છે. પણ છદ્મસ્થ જ્ઞાનને પ્રત્યયથી ઉભય સંયોગ નથી.
- X - X - ઉભય સંબંધ સંયોગ જ પુનઃ સ્વ સ્વામીભાવથી કહે છે – દેહ - પુદ્ગલોથી ઉપચીત થાય તે. કાયા, તેનાથી આ જન્મમાં જીવ વડે સંબંધ તે બદ્ધ છે. મુક્ત - અન્ય જન્મમાં તેના વડે જ ત્યાગ કરાયેલ. આ બંનેનો સમાસ, તે બુદ્ધમુક્ત. માતા, પિતા, ભાઈ, બહેન આદિ; અહીં પણ ‘બદ્ધમુક્ત’ જોડવું. કેમકે જીવને પૂર્વવત્ ઉભય સંબંધન સંયોગ હોય છે. અહીં ભાવના આવી છે કે - આ દેહ માતા આદિથી અને સ્વ રૂપે બદ્ધ છે. તેમાં દેહ અને આત્મા ક્ષીર-નીરવત્ અન્યોન્ય અનુગત છે, તથા માતા આદિ સ્નેહ વિષયત્વથી આત્મવત્ જાણવા. ‘મુક્ત’ આ ઉભયથી બાહ્ય છે. - X - અહીં દેહ અને માતા આદિ વડે બદ્ધ-મુક્તથી સ્વ-સ્વામીભાવ લક્ષણ સંબંધ જીવને ઉભય સંબંધન સંયોગ છે. - X - X - આના વડે અનેક પ્રકારે સંબંધન સંયોગ કહ્યો અને આ તેને કયા પ્રકારે થાય છે? તે કહે છે –