Pramāṇa · Search · About · API

Uttarajjhayana 500

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 500

Language
Gujarati

500

વિવેચન–૧૭૭
ઉત્પાદન, ગ્રહણ અને ગ્રાસ વિષયક એષણામાં સમ્યક્‌ સ્થિત તેને એષણાનું જ ઉપાદાન છે. પ્રાયઃ તેના અભાવમાં ઈર્યા, ભાષાદિ સમિતિ સંભવે છે તેમ જણાવે છે. આના વડે નિરપેક્ષત્વ કહેલું છે.
લજ્જા - સંયમ, તેના ઉપયોગમાં અનન્યતાથી યતિ. ગામમાં કે નગરમાં અનિયત વૃત્તિથી વિચરે. આના દ્વારા પણ નિરપેક્ષતા જ કહી છે. કેવી રીતે વિચરે? પ્રમાદરહિત થઈને. કેમકે વિષયાદિ પ્રમાદના સેવનથી ગૃહસ્થોને જ પ્રમત્ત કહેલાં છે. પિંડપાત્‌ - ભિક્ષાની ગવેષણા કરે. આ રીતે પ્રસક્ત અનુપ્રસક્તિથી સંયમનું સ્વરૂપ કહ્યું. તે કહેવાથી નિર્ગ્રન્થ સ્વરૂપ પણ કહ્યું. હવે એમાં જ આદરના ઉત્પાદનને માટે કહે છે –

Linked texts (2)