Pramāṇa · Search · About · API

Uttarajjhayana 502

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 502

Language
Gujarati

502

વિવેચન–૧૭૮
આ પ્રકારે ભગવંતે કહેલું છે. અનુત્તરજ્ઞાની-સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા. અહીં - X - અનુત્તર શબ્દ સંજ્ઞા સ્વરૂપ અને કેવળજ્ઞાનના વાચક-પણાથી છે. - X - તેની ઉત્તરે કશું નથી માટે અનુત્તર, તે પ્રમાણે જોનાર તે અનુત્તરદર્શી. સામાન્ય અને વિશેષગ્રાહિતાથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. - X - અનુત્તર જ્ઞાન અને દર્શનના એકસાથે ઉપયોગના અભાવ છતાં લબ્ધિરૂપપણાથી ધારણ કરે છે, તેથી અનુત્તર જ્ઞાનદર્શન ધર. એમ કહેલ છે.
(શંકા) પૂર્વોક્ત બંને વિશેષણોથી આનો અર્થ સ્પષ્ટ જ છે. તો પુનરુક્તિ શા માટે કરી? (સમાધાન) આના બીજા અભિપ્રાયપણાથી, અહીં જ અનુત્તર જ્ઞાની અનુત્તર દર્શી એવા ભેદના અભિધાનથી જ્ઞાન અને દર્શનનો ભિન્ન કાળ કહેલ છે. તેથી ઉપયોગની માફક બંને લબ્ધિ પણ ભિન્નકાળ ભાવિ છે, તેવો વ્યામોહ ઉત્પન્ન ન થાય તે માટે ‘જ્ઞાનદર્શનધર’ કહ્યું.
દેવાદિ વડે પૂજાને યોગ્ય છે માટે અરહંત, એટલે તીર્થંકર. જ્ઞાત - ઉદાર ક્ષત્રિય. અહીં પ્રસ્તાવથી સિદ્ધાર્થ. તેના પુત્ર તે જ્ઞાનપુત્ર એટલે કે વર્તમાન તીર્થાધિપતિ મહાવીર. ભગવાન્‌ - સમગ્ર ઐશ્વર્યાદિવાળા, વેસાલીય - વિશાલા અર્થાત્‌ શિષ્યોનું તીર્થ કે યશ વગેરે ગુણો જેને વિદ્યમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાત્‌ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય.
દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશેષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાયેલ. કેટલાંક કહે છે – એ પ્રમાણે આ પુરિષાદાનીય પાર્શ્વ અરહંત ભગવંતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન્‌ મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવર્તીપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય. પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. - X - X - X –

Linked texts (2)