Pramāṇa · Search · About · API

Uttarajjhayana 503

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 503

Language
Gujarati

503

૦ આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન-૭ થી ૨૧-નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ-૧-માં અધ્યયન-૧ થી ૬-નો સમાવેશ થયો હતો. અધ્યયન ૨૨ થી ૩૬-નો સમાવેશ હવે પછીના ભાગ-૩-માં કરવામાં આવશે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરજ્‌ઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં ઉત્તરાધ્યયન નામે જ ઓળખાવાય છે. જેમાં કુલ-૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટાવિભાગો નથી. મુખ્યત્વે પદ્ય (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર-૮૮ સૂત્રો છે, બાકી બધી ગાથાઓ જ છે.
આ આગમની ઓળખ ‘ધર્મકથાનુયોગ’ રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષુ, રથનેમી આદિ અધ્યયનો વિચારો તો ‘ચરણકરણાનુયોગ’ પણ અહીં મળશે. સમ્યક્‌ત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ’ દેખાય છે. ૩૬-અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્ય જીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિર્યુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિક કર્તાએ કરેલ વૃત્તિ, ચૂર્ણિ આદિ રૂપે જોવા મળે છે. પ્રાયઃ આટલું પ્રચૂર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત્‌ ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચીત વૃત્તિનો આધાર લીધેલ છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે, તેમણે ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો.
આ મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે તથા જૈન પરિભાષા પણ અહીં છે.
(૪૩.૨) ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-૪/૨
અધ્યયન-૭ ‘ઔરભ્રીય’
૦ ક્ષુલ્લક નિર્ગ્રન્થીય નામે છઠ્ઠું અધ્યયન કહ્યું. હવે સાતમું આરંભે છે. તેનો અભિસંબંધ આ છે – અનંતર અધ્યયનમાં નિર્ગ્રન્થત્વ કહ્યું. તે રસગૃદ્ધિના પરિહારથી જ જન્મે છે અને તેના વિપક્ષે અપાય જાણવા. તે દૃષ્ટાંત ઉપન્યાસ દ્વારમાં પરિસ્ફૂટ થાય છે. રસગૃદ્ધિ દોષ-દર્શક ઉરભ્રાદિ દૃષ્ટાંત પ્રતિપાદક આ અધ્યયન આરંભીએ છીએ. આ સંબંધે અધ્યયન આવેલ છે, તેમાં ઉરભ્ર (ઘેટું)નો નિક્ષેપ કહે છે –

Linked texts (2)