Pramāṇa · Search · About · API

Uttarajjhayana 508

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 508

Language
Gujarati

508

વિવેચન–૧૭૯
યથા - ઉદાહરણના ઉપન્યાસમાં છે. ‘અહીં પરિજનો આવશે’ એ આદેશ છે. આવનાર મહેમાનને આશ્રીને, જ્યારે આ આવશે તેની સાથે ખાઈશું. એમ વિચારી પરલોકમાં અપાયથી નિરપેક્ષ થઈ ઘેટાને પોષે છે. કઈ રીતે? ભોજન, મગ-અડદ આદિ તેની પાસે મૂકે છે, સંભવ છે કે આવો કોઈ ભારેકર્મી પોતાના આંગણામાં પોષે છે - X - અથવા જેમાં બેસાય તે વિષય-ગૃહ, તેના આંગણામાં અથવા વિષય - રસ રૂપ અથવા વિષયોને ધારીને, ધર્મ નિરપેક્ષ થઈને પોષે.
જેમ એક ઘેટો - મહેમાનો નિમિત્તે પોષાય છે. તે સ્થૂળ શરીર, સારી રીતે સ્નાન કરાવેલ, હળદર આદિથી અંગરાગ કરેલો, કુમાર હોય. તે વિવિધ ક્રીડા વિશેષથી રમતો હોય. તેને પુત્રની જેમ લાલન કરતો જોઈને માતા વડે સ્નેહથી ગોપવેલ દોહક વડે તેની અનુકંપાથી મૂકેલ દૂધને રોષથી પીતો નથી. તેણીએ પૂછતા તે કહે છે – હે માતા! આ નંદિતકનું કેવું લાલન-પાલન કરાય છે? હું મંદભાગ્ય છું કે સૂકું ઘાસ પણ પૂરું મળતું નથી. માતા બોલી - હે પુત્ર! આ તેના મરવાના લક્ષણ છે, તેથી તે જે કંઈ માંગે તે અપાય છે. જ્યારે તે નંદિતકને મારશે ત્યારે તું જોજે. આ વાત નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)