Uttarajjhayana 519
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 519
- Language
- Gujarati
519
વિવેચન–૧૮૬, ૧૮૭
આસન, શયન, યાનને ભોગવીને, દ્રવ્ય અને મનોજ્ઞ શબ્દાદીને ભોગવીને દુઃખથી પોતાને અને બીજાને દુઃખ કરવાથી, અતિશય ઉપાર્જિત તે દુઃખાહૃત અથવા દુઃખ સંહરાય છે માટે દુઃસંહૃત, દ્રવ્યને ભોગવીને અસત્ વ્યયથી તજીને મિથ્યાત્વાદિ કર્મબંધ-હેતુના સંભવથી. પ્રભૂત આઠ પ્રકારની કર્મરજ ઉપાર્જીને, પછી શું? તે કહે છે – પછી રજના સંચયથી, કર્મના ભારથી અધો નરકગામીપણાથી, ભારેકર્મી પ્રાણી વર્તમાનમાં પરાયણ બની, ‘જે આંખે દેખાય છે, તેટલો જ લોક છે.’ તેવા નાસ્તિક મતાનુસારીતાથી પરલોક નિરપેક્ષ થઈ, મહેમાનની પ્રતીક્ષા કરતા બકરા માફક મૃત્યુની પ્રતીક્ષા કરે. આ રીતે શિષ્યોના અનુગ્રહને માટે ઘેટાના દૃષ્ટાંતનો વિસ્તાર કર્યો. તે ભારેકર્મી જીવ વિચારે છે - મારા વિષય વ્યામોહને ધિક્કાર છે, હવે મારે ક્યાં જવું? ઈત્યાદિ પ્રલાપ કરતો ખેદ પામે છે. - X - હવે પારભવિક કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati