Uttarajjhayana 527
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 527
- Language
- Gujarati
527
વિવેચન–૧૯૧
અનેક તે અહીં અસંખ્યેય વર્ષો, નયુત - સંખ્યા વિશેષ છે, તે અનેક વર્ષ નયુત, ઉભયના અર્થથી પલ્યોપમ અને સાગરોપમ સુધી જાણવા. નયુત કઈ રીતે આવે? ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાંગ, તેને ૮૪ લાખથી ગુણતા એક પૂર્વ. એ પ્રમાણે એકવીશ વખત ગુણવાથી નયુતાંગ આવે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી નયુત આવશે. એ પ્રમાણે કોણ કહે છે? પ્રજ્ઞાપક શિષ્યોને કહે છે – પ્રકર્ષથી જણાય છે વસ્તુ તત્ત્વસહિત જેના વડે તે પ્રજ્ઞા - હેય ઉપાદેયનો વિભાગ કરનારી બુદ્ધિ, તે જેનામાં છે, તે પ્રજ્ઞાવાન. - X - X - અથવા નિશ્ચય મતથી ક્રિયારહિત પ્રજ્ઞા પણ પ્રજ્ઞા જ છે. પ્રજ્ઞા વડે જ ક્રિયા આક્ષિપ્ત છે, તેથી પ્રજ્ઞાવાન જ્ઞાનક્રિયાવાન્ કહેવાયેલ છે. તે પ્રજ્ઞાવાનને સ્થિર થવાય છે, જેના વડે અર્થથી દેવભવમાં તે સ્થિતિ-દેવ આયુ. અધિકાર થકી દિવ્યકામો જાણવા. તેના હેતુભૂત અનુષ્ઠાન ન સેવવાથી અનેક વર્ષ - નયુત દિવ્ય સ્થિતિના દિવ્ય કામોના વિષયભૂતને હારી જાય છે.
તે વિપર્યયાદિ દોષ દુષ્ટત્વથી મેઘા - વસ્તુ સ્વરૂપ અવધારણ શક્તિ આમની તે દુર્મેધસ, પ્રાણીઓ વિષયો વડે જિતાયેલા છે. તે પણ કંઈક ન્યૂન સો વર્ષ જેવા અલ્પ આયુમાં, મનુષ્યોના કામો પણ અલ્પતાવાળા હોય છે. અથવા આયુષ્ય ઘણું હોય તો પ્રમાદથી એક વખત હાર્યા પછી ફરી તે જીતે છે, પરંતુ આ સંક્ષિપ્ત આયુમાં એક વખત હાર્યા પછી હારેલો જ રહે છે. અહીં ન્યૂન સો વર્ષ એટલે કહ્યું, કારણ કે ભગવંત વીરના તીર્થમાં પ્રાયઃ મનુષ્યોનું આટલું જ આયુ હોય છે. અહીં ભાવાર્થ એ છે કે - મનુષ્યોનું આયુ અને વિષયો અલ્પ છે, તે માટે કાકણી અને આમ્રફળની ઉપમા આપેલ છે. દેવોનું આયુ અને કામો અતિ પ્રભૂતપણે છે, તે હજાર કાર્ષાપણ અને રાજ્ય તુલ્ય છે. જેમ દ્રમક અને રાજા હારી ગયા, આ દુર્મેધસ પણ એ પ્રમાણે અલ્પતર મનુષ્ય આયુમાં કામાર્થે દેવાયુ અને કામોને હારી જાય છે. હવે વ્યવહારુ ઉદાહરણ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati