Uttarajjhayana 531
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 531
- Language
- Gujarati
531
વિવેચન–૧૯૪
મનુષ્યત્વ એ મૂળી છે. સ્વર્ગ અને મોક્ષરૂપ ઉત્તરોત્તર લાભનો હેતુ છે. મનુષ્યગતિની અપેક્ષાથી વિષય સુખાદિથી વિશિષ્ટપણું એ લાભ છે, દેવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ મનુષ્યત્વ ગતિની હાનિરૂપ પ્રાણીને નરકત્વ અને તિર્યંચત્વની નિશ્ચયે પ્રાપ્તિ થાય છે. અહીં એક દૃષ્ટાંત છે– ત્રણ સંસારી જીવો મનુષ્યપણામાં આવ્યા. તેમાં એક માર્દવ, આર્જવાદિ ગુણવાળો અને મધ્યમ આરંભ-પરિગ્રહયુક્ત હતો. તે મરીને હજાર કાર્ષાપણવાળી મૂળી રૂપ માનુષત્વને પામ્યો. બીજો સમ્યગ્દર્શન ચારિત્રગુણ વાળો સરાગ સંયમથી લાભપ્રાપ્ત વણિજ્ માફક દેવોમાં ઉત્પન્ન થયો. ત્રીજો હિંસક, બાળ, મૃષાવાદી હતો તે સાવદ્ય યોગ વડે વર્તીને મૂળી ખોઈ બેઠેલા વણિક માફક નારકાદિમાં ઉત્પન્ન થયો. મૂળીના નાશથી નરક કે તિર્યંચપણાની પ્રાપ્તિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati