Pramāṇa · Search · About · API

Uttarajjhayana 535

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 535

Language
Gujarati

535

વિવેચન–૧૯૬
દેવત્વ અને માનુષત્વથી હારેલા અજ્ઞાનીને સદા નરક અને તિર્યંચગતિ જ થાય છે. કેવી રીતે? નિંદિતા ગતિ તે દુર્ગતિ. - X - દેવ અને મનુષ્યત્વને હારેલા તેને નરક અને તિર્યંચ ગતિમાંથી નીકળવું દુષ્કર છે, કેમકે લાંબા કાળ સુધી તેમાં ડૂબેલો રહે છે. તેથી કહે છે - આગામી કાળમાં જલદી ન નીકળી શકે. - X - X - અર્થાત્‌ ઘણો લાંબો ભાવિકાળ તે બાહુલ્યથી કહેલો છે, અન્યથા કેટલાંક એકભવમાં જ તેમાંથી નીકળીને મુક્તિને પામે છે. અહીં પશ્ચાનુપૂર્વીથી વ્યાખ્યા કરી છે. ‘મૂળ’ હારી જનારના ઉપનય કહીને હવે મૂલ પ્રવેશેલાને જણાવવા કહે છે કે - વિપક્ષના અપાયના પરિજ્ઞાનપણાથી ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા માટે પહેલાં મૂળને હારી જનારને દર્શાવીને હવે આ પ્રમાણે કહે છે –

Linked texts (2)