Uttarajjhayana 543
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 543
- Language
- Gujarati
543
વિવેચન–૨૦૦
આ રીતે લાભયુક્ત થયેલા, દૈન્યતા રહિત સાધુ કે ગૃહસ્થને જાણીને - તથાવિધ શિક્ષાના વશથી દેવ-મનુષ્યગામિત્વને જાણી પ્રયત્ન કરે. શા માટે? કયા પ્રકારે? કોઈ પ્રકારે નહીં. કષાયાદિ વડે અનંતરોક્ત દેવગતિ- રૂપ લાભને હારતો ન જાણે કે હું કઈ રીતે આના વડે જીતાયો? કઈ રીતે ન જીતાયો? જો કે અહીં અર્થ એવો છે કે - તે જ્ઞપરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના નિરોધ માટે પ્રવર્તે. માટે તમે પણ તે જાણો અને તે માટે પ્રવર્તો.
અથવા એ પ્રમાણે અદીનતાવાળો ભિક્ષુ અને અગારીને જાણીને અતિ રૌદ્ર ઈન્દ્રિયાદિ વડે પ્રયત્ન કરતો આત્મા હારે છે તેમ જાણે. તે અહીં પ્રક્રમથી મનુષ્ય અને દેવગતિ લક્ષણ છે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો સાધુ કે ગૃહસ્થ લબ્ધલાભ જાણીને યત્ન કરતો કઈ રીતે વિષયાદિથી ન હારે? તે જાણવું. આ દેવગતિરૂપ લાભ છે. અહીં આશય એ છે કે - જો લાભ પામનાર જાણતો ન હોય તો તેવો લાભ ન થાય પણ જો જાણતો હોય તો કઈ રીતે તે પ્રાણી દેવત્વ લક્ષણથી હારવાનો છે? - X - હવે સમુદ્રનું દૃષ્ટાંત આપે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati