Uttarajjhayana 560
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 560
- Language
- Gujarati
560
વિવેચન–૨૦૯
તે ભગવાન કપિલ નામે સ્વયંબુદ્ધે ચોરોના સમૂહને સંબોધવા આ ધ્રુવક ગાયું. ધ્રુવ - એકાસ્પદ પ્રતિબધ, જે તેવો નથી તે અધ્રુવ. તેવા સંસારમાં, જેમાં અનેક સારા-માઠાં સ્થાનોમાં પ્રાણીઓ ભટકે છે, તેમાં ક્વચિત્ અનુત્પન્ન પૂર્વના અભાવથી કહે છે - શાશ્વત એટલે નિત્ય અને અનિત્ય તે અશાશ્વત સંસારમાં, અશાશ્વત આ સર્વે રાજ્યાદિ છે. અથવા ધ્રુવ એટલે નિત્ય, તેમ નથી તે અધ્રુવ, તેમાં એ પ્રમાણે કેટલો કાળ રહેવાનું, એવી આશંકા થાય તેથી કહે છે - શાશ્વત, તેવું નથી તે અશાશ્વત. તેમાં શાશ્વત થવાથી બે આદિ ક્ષણની અવસ્થિતિ પણ સંભવે, તેનો પણ નિષેધ કરીને પર્યાયાર્થપણાથી વીજળીના ચમકારા માફક ક્ષણમાત્ર અવસ્થાયિની એમ કહ્યું. અથવા બંને પદો એકાર્થક છે.
આમાં પણ શું? જેમાં કર્મવશવર્તી જંતુઓ સંસરે છે તે સંસાર, તેમાં પ્રચૂર એવું શારીરિક, માનસિક દુઃખ સંભવે છે, તેમાં અથવા જેમાં દુઃખોનો પ્રચૂર લાભ થાય છે, તેમાં શું? એવું કયું અનુષ્ઠાન છે? જેથી હું નરકાદિ દુર્ગતિમા ન જાઉં. અહીં ભગવન્ છિન્નસંશયત્વ છતાં અને મુક્તિગામી હોવા છતાં દુર્ગતિ ન થવાની હોવા છતાં પૂર્વસંગતિકને પ્રતિબોધવા આ પદ કહે છે. નાગાર્જુનીયો જો કે અહીં ‘મોહ ગહણએ’ પદ બોલે છે. જાણવા છતાં પ્રાણી મોહાય તે મોહ, તેનાથી ગહન તેવા મોહગહનમાં. ચોરો પણ આ પદ ફરી ગાય છે, કપિલકેવલી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati