Uttarajjhayana 564
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 564
- Language
- Gujarati
564
વિવેચન–૨૧૧
ત્યારપછી મુનિવર કહે છે, તે મુનિ કેવા છે? જેના વડે આત્મા વિશેષથી વસ્તુને જાણે તે જ્ઞાન, જેના વડે વસ્તુ સામાન્યરૂપે જોવાય તે દર્શન. તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન વડે અથવા પરિપૂર્ણ જ્ઞાન અને દર્શન જેને છે તે સમગ્ર જ્ઞાનદર્શન. તે મુનિ શા માટે બોલે છે? હિત - ભાવ આરોગ્યનો હેતુ હોવાથી પથ્ય, નિઃશ્રેયસ એટલે મોક્ષ. આ બંનેને માટે અથવા સમસ્ત હિત તે સમ્યગ્જ્ઞાનાદિ. તેના જ તત્ત્વથી હિતપણા થકી તેવા નિઃશેષ હિતને માટે અર્થાત્ કઈ રીતે નિઃશેષ હિત તેઓને પ્રાપ્ત થાય? સર્વે જીવોને અને તે ૫૦૦ ચોરોને આઠ પ્રકારના કર્મોથી મુક્તિ મળે. તે જ પ્રયોજનને માટે મુનિ બોલે છે. - X - X -
મુનિવર - મુનિપ્રધાન. જેનો મોહ વિનષ્ટ થયો છે તે વિગતમોહ. અહીં વિગતમોહ વચનથી ચારિત્ર મોહનીયના અભાવથી યથાખ્યાત ચારિત્ર કહ્યું. - X - X - X - હવે કપિલ મુનિ જે બોલે છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati