Pramāṇa · Search · About · API

Uttarajjhayana 568

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 568

Language
Gujarati

568

વિવેચન–૨૧૩
ભોગવાય તે ભોગો - મનોજ્ઞ શબ્દાદિ, તે રૂપ આમિષ, અત્યંત ગૃદ્ધિ હેતુપણાથી ભોગામિષ, તે જ આત્માને દૂષિત કરે છે, દુઃખલક્ષણ વિકાર કરણથી ભોગમિષ દોષમાં વિશેષથી નિમગ્ન, અથવા ભોગામિષના દોષો. તેઓ તેમાં આસક્ત થઈને વિચિત્ર ક્લેશ, સંતાન ઉત્પત્તિ, તેનું પાલન આદિથી વ્યાકુળ થઈને વિષાદમાં પડેલ તે ભોગદોષ વિષણ્ણ. હિત-એકાંતપથ્ય, નિઃશ્રેયસ-મોક્ષ, અથવા હિત-યથા અભિલષિત વિષયની પ્રાપ્તિથી અભ્યુદય અને નિઃશ્રેયસ. તેથી કે તેમાં કે તે બંનેની બુદ્ધિ - તેની પ્રાપ્તિના ઉપાય વિષયક મતિ, તેમાં વિપર્યયતા જેની છે તે હિત નિઃશ્રેયસ બુદ્ધિ વિપર્યસ્ત. અથવા વિપર્યસ્તા હિતમાં નિઃશેષ બુદ્ધિ જેની છે તે. તથા બાલ-અજ્ઞાની, મન્દ-ધર્મકાર્ય કરણમાં અનુદ્યત, મૂઢ-મોહનથી આકુલિત માનસવાળા,એવા પ્રકારનો શું થાય?
જ્ઞાનાવરણાદિ કર્મોથી શ્લિષ્ય થાય - ચોંટે, જેમ માખી કફમાં ચોંટે છે. કફની સ્નિગ્ધતા અને ગંધાદિ વડે આકૃષ્ય થતાં, તેમાં ડૂબી જાય. ડૂબીને ધૂળ આદિથી બદ્ધ થાય, એ પ્રમાણે પ્રાણીઓ પણ ભોગામિષમાં કર્મો વડે મગ્ન થાય છે. (શંકા) જો આ ભોગો આવા કર્મબંધનું કારણ છે, તો શું બધાં જીવો તેનો ત્યાગ કરે છે? તે કહે છે –

Linked texts (2)