Pramāṇa · Search · About · API

Uttarajjhayana 578

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 578

Language
Gujarati

578

વિવેચન–૨૧૮
લોકમાં આશ્રિત તે જગત્‌નિશ્રિત, તેમાં પ્રાણીઓ - ત્રસ તે ત્રસ નામ કર્મોદયવાળા, બે ઈન્દ્રિયાદિ અને સ્થાવર - તે નામ કર્મોદયવર્તી પૃથ્વી આદિમાં, તેમના રક્ષણીયપણે પ્રતીત હોવાથી તેનો આરંભ ન કરે. દંડવું તે દંડ, તે આ અતિપાત રૂપ છે. તેને મન, વચન, કાયાથી ન સ્વયં આરંભે, ન બીજા પાસે આરંભાય કે આરંભ કરનારને ન અનુમોદે. - X - X - X - X - અથવા જગત નિશ્રિત ભૂત ત્રસ અને સ્થાવર વડે હણાવા છતાં પણ તેના પ્રત્યે દંડનો આરંભ ન કરે. કોની જેમ? ઉજ્જૈનીના શ્રાવક પુત્રવત્‌.
અહીં ઉદાહરણ છે - ઉજ્જૈનીમાં એક શ્રાવકપુત્ર, ચોર વડે હરણ કરાઈને માળવામાં રસોઈયાના હાથમાં વેચાયો. તેને એક કબૂતરને મારવાનું કહ્યું. શ્રાવકપુત્રે કહ્યું - નહીં મારું. હાથીના પગ નીચે કચડવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પ્રાણનો ત્યાગ કરવા છતાં જીવને ન હણ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ પ્રયત્ન કરવો જોઈએ. મૂલગુણો કહ્યા, હવે ઉત્તરગુણો કહે છે, તેમાં પણ એષણા સમિતિ પ્રધાન હોવાથી, તેને કહે છે–

Linked texts (2)