Pramāṇa · Search · About · API

Uttarajjhayana 580

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 580

Language
Gujarati

580

વિવેચન–૨૧૯
શુદ્ધ - શુદ્ધ મતિ કે દોષરહિત, તે એષણા - ઉદ્ગમ એષણાદિથી શુદ્ધૈષણા, જિન કલ્પિકોની અપેક્ષાએ શુદ્ધૈષણા પાંચ છે. - X - એ પ્રમાણે જાણીને શું? ‘જ્ઞાનનું ફળ વિરતિ’ એ પ્રમાણે ત્યાં એષણામાં સ્થાપે. ભિક્ષા કરવાના ધર્મથી તેને ભિક્ષુ કહે છે. - X - અનેષણાના પરિહારથી જ એષણા શુદ્ધ લેવું. તે પણ શા માટે? તે કહે છે – સંયમ નિર્વાહયાત્રા નિમિત્તે ‘ગ્રાસ’ની આહારની ગવેષણા કરે. - X - X - એષણા શુદ્ધ આહાર લાવીને પણ કઈ રીતે ખાય? એ પ્રમાણે ગ્રાસૈષણાને કહે છે - સ્નિગ્ધ મધુરાદિ રસમાં ગુદ્ધિમાન્‌ ન થાય. આના વડે સાધુને રાગનો પરિહાર કહ્યો. ઉપલક્ષણથી દ્વેષનો પણ પરિહાર કરવો. તેના દ્વારા રાગદ્વેષ રહિત થઈને આહાર કરે એમ કહેલ છે. ૦ અગૃદ્ધ રસોમાં જે કરે તે કહે છે –

Linked texts (2)