Uttarajjhayana 584
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 584
- Language
- Gujarati
584
વિવેચન–૨૨૧
જે શુભાશુભ સૂચક પુરુક્ષલક્ષણાદિ. રૂઢિથી તેના પ્રતિપાદક શાસ્ત્રને પ્રયોજે. રૂઢિથી જે સ્વપ્નના શુભાશુભ ફળસૂચક શાસ્ત્રને પ્રયોજે. જેમકે - સફેદ બળદના સ્વપ્નદર્શનથી યશની પ્રાપ્તિ થાય. અંગવિદ્યા - મસ્તક વગેરે અંગનું સ્ફૂરણ, તેનાથી શુભાશુભ સૂચિકા ઈત્યાદિ વિદ્યાને કહે. અથવા પ્રણવ-માયા બીજાદિ વર્ણ વિન્યાસ રૂપ, અથવા અંગ-અંગવિદ્યામાં વ્યાવર્ણિત ભૌમઅંતરિક્ષાદિ વિદ્યા, જેમકે-હલિ હલિ માતંગિની સ્વાહા, ઈત્યાદિ વિદ્યાનુવાદ પ્રસિદ્ધા. આ બધાને જે પ્રયોજે છે. તેમાંથી કોઈપણ લક્ષણની પ્રવૃત્તિ કરે તે કેવા થાય?
આવા પ્રકારનાને ‘સાધુ’ કહેવાતા નથી, તેમ પ્રતિપાદિત કરેલ છે. અહીં પુષ્ટ આલંબન વિના આ લક્ષણાદિ શાસ્ત્રની પ્રવૃત્તિ કહી છે તેમ જાણવું. અન્યથા આવો પ્રયોગ કરનાર બધાંને આ આપત્તિ આવશે. એ પ્રમાણે આર્યોએ કે આચાર્યોએ કહેલ છે. આના વડે યથાવસ્થિત વસ્તુ-વાદીથી આત્મામાં બીજાના અપવાદનો દોષ નિવારેલ છે. આવા પ્રકારના તેઓ જે પામે છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati