Uttarajjhayana 588
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 588
- Language
- Gujarati
588
વિવેચન–૨૨૩
અસુર નિકાયથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોર્યાશી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુચરે છે. અનંતાથી તે ઘણાં કર્મો - ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અર્થાત્ ઉપચય, તેના વડે લિપ્ત અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ તેમને અતિશય દુષ્પ્રાપ્ય થાય છે. - X - X - જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. (શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષણાદિ પ્રયોજે છે? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુષ્પૂરતા કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati