Uttarajjhayana 594
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 594
- Language
- Gujarati
594
વિવેચન–૨૨૬
રાક્ષસી - સ્ત્રીઓ, તેમાં (ન કરવી) જેમ રાક્ષસી બધું જ લોહી ખેંચી લે છે અને પ્રાણીનું જીવિત પણ હરી લે છે, તેમ સ્ત્રીઓ પણ જાણવી. તત્ત્વથી જ્ઞાનાદિ જ જીવિત અને સર્વસ્વ છે, તેને તેણીઓ હરી લે છે. તથા - X - X - ગુદ્ધિ કરવી - અભિકાંક્ષાવાળા થવું. કેવી સ્ત્રીમાં - ગંડ એટલે ગડુ, તે ઉપચિત માંસના પિંડરૂપ પણે છે, તેમાંથી રસી લોહી આર્દ્રતા સંભવથી ગળતા રહે છે, તે ઉપમાથી સ્ત્રીઓના સ્તનને ગંડ કહેવાય છે. એવી છાતી જેની છે તેણી, વૈરાગ્યના ઉત્પાદન માટે આમ કહેલ છે.
તથા અનેક સંખ્યામાં ચંચળતા જેણીના મનમાં છે, તે કારણે અનેક ચિત્તવાળી, જેમકે - કોઈના ખોળામાં રમે છે, કોઈ બીજાને આલિંગીને સૂવે છે, કોઈની સાથે હસીને વાતો કરે છે, કોઈ પાસે રડવા બેસે છે. ઈત્યાદિ કારણે આ ચંચલ ચાલિકા સ્ત્રીઓને ધિક્કાર છે.
તથા જે પુરુષો કુલીન છે, તેને લોભાવીને ‘તમે જ મારા શરણ છો, તમે જ પ્રીતિ કરવા યોગ્ય છો.’ ઈત્યાદિ વાણી વડે છેતરીને ક્રીડા કરે છે - દાસની જેમ નચાવે છે. હજી તેણીનું અતિ હેયપણું બતાવે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati