Pramāṇa · Search · About · API

Uttarajjhayana 596

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 596

Language
Gujarati

596

વિવેચન–૨૨૭
સ્ત્રીઓમાં પ્રગૃદ્ધિ ન કરે. પ્ર શબ્દથી ગૃદ્ધિનો આરંભ પણ ન કરે. તો શું કરે? સ્ત્રીઓ વિવિધ પ્રકારે પ્રકર્ષથી ત્યાગ કરે છે. પૂર્વત્ર સ્ત્રીના ગ્રહણથી મનુષ્ય સ્ત્રી જ કહી, અહીં દેવ અને તિર્યંચ સંબંધી સ્ત્રી પણ તજી દે, તેમ કહે છે. કોણ? અણગાર. પછી શું કરે? બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ. તેનું અવધારણ કરે. કેમકે તે પેશલ - અહીં અને બીજે પણ એકાંત હિતપણાથી અતિ મનોજ્ઞ જાણીને આત્માને જ સ્થાપે અને વિષયના અભિલાષાથી નિષેધે. હવે અધ્યયનનો ઉપસંહાર કહે છે –

Linked texts (2)