Uttarajjhayana 60
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 60
- Language
- Gujarati
60
વિવેચન–૫
ચોખા કે તેનાથી મિશ્ર કણ અથવા તેને છણવાથી ઉત્પન્ન કુસકા તે કણ અને કુસકાને છોડીને, ભૂંડો વિષ્ઠામાં જ રમે છે. એ પ્રમાણે પૂર્વોક્ત શોભન શીલને તજીને, જેઓ દુષ્ટ શીલવાળા છે તેઓ દુરાચારાદિમાં જ ધૃતિ પામે છે. કેમકે તેઓ મૃગની જેમ અજ્ઞત્વથી અવિનીત છે. અહીં આ રીતે વિચારવું કે – જેમ મૃગ ગીતગાનમાં ડૂબીને, મૃત્યુરૂપ આવતા અપાયને જોતો નથી. તેમ આ પણ દુઃશીલતાના હેતુથી આગામી ભવભ્રમણ રૂપ અપાયને જોઈ શકતો નથી. ખાડામાં પડેલા ભૂંડની માફક આ પુષ્ટિદાયી કણ અને કુસકા સમાન શીલને છોડીને વિવેકીજન ગર્હિતપણે વિષ્ઠાની ઉપમા સમાન દુઃશીલમાં રમણ કરે છે. - X - X - અહીં શુભના પરિહારથી અશુભનો આશ્રય બંનેમાં પણ સાદૃશ્યનું નિમિત્ત છે.
ઉક્ત ઉપસંહારપૂર્વક કૃત્યનો ઉપદેશ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati