Pramāṇa · Search · About · API

Uttarajjhayana 605

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 605

Language
Gujarati

605

વિવેચન–૨૩૦
જાતિનું સ્મરણ કરીને, ભગ શબ્દ જો કે ધૈર્યાદિ અનેક અર્થોમાં વર્તે છે, - X - તો પણ અહીં પ્રસ્તાવથી બુદ્ધિવચન જ લેવા. તેથી ભગ - બુદ્ધિ, જેને છે તે ભગવાન. સ્વયં જાતે જ સંબુદ્ધ - સમ્યગ્‌ તત્ત્વને જાણેલ, તે સહસંબુદ્ધ, બીજા વડે પ્રતિબોધિત નહીં અથવા સહસા - જાતિ સ્થાપન કરીને અભિનિષ્ક્રમણ કર્યું - ધર્માભિમુખ્ય થઈ ગૃહસ્થ પર્યાયથી નીકળ્યા. અર્થાત્‌ પ્રવ્રજ્યા લીધી. કોણ? ‘નમિ’ નામે પૃથ્વીપતિ રાજા. જો એમ છે, તો ક્યાં રહ્યા? કેવા ભોગો ભોગવીને સંબુદ્ધ થયા? કઈ રીતે અભિનિષ્ક્રમણ કર્યું?

Linked texts (2)