Pramāṇa · Search · About · API

Uttarajjhayana 637

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 637

Language
Gujarati

637

વિવેચન–૨૫૩, ૨૫૪
સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - X - પણ હું સંશયિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગ્દર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિત-પણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી? તેથી કહે છે – જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઈચ્છે છે તે ઈચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય-ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ. અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્‌ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઈચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત્ત છીએ. - X - X - તેથી પ્રેક્ષાવાન ઈત્યાદિ છે, તેણે સિદ્ધ સાધનપણાથી જ રહેવું.

Linked texts (2)