Pramāṇa · Search · About · API

Uttarajjhayana 641

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 641

Language
Gujarati

641

વિવેચન–૨૫૭, ૨૫૮
અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધીની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ? અકારિણ - આમોષાદિ અવિધાયી, આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છૂટી જાય છે. આના વડે જે પૂર્વે કહ્યું - ‘આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું.’ તેમાં તેઓને જાણવાનું અશક્યપણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું. જે સધર્મા આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મ નૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે.

Linked texts (2)