Uttarajjhayana 66
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 66
- Language
- Gujarati
66
વિવેચન–૮
અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકારપણે બહારથી શાંત તેવા નિશાંત થાય. વાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેય, ઉપાદેય, ઉભયરૂપ અર્થને જાણે. અર્થાત્ આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા યતિજન ઉચિત અર્થને વિપરીત એવા નિરર્થક કે વૈશ્વિક વાત્સ્યાયનાદિ સ્ત્રીકથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમાદિને આશ્રીને તેના દર્શન સુવિનાભાવિત્વથી દર્શનના - જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપત્વથી, તે જ દર્શન વિનયપણાથી અર્થ વડે દર્શન વિનય કહ્યો. - X - X - વળી કઈ રીતે અર્થયુક્તને શીખે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati