Uttarajjhayana 663
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 663
- Language
- Gujarati
663
વિવેચન–૨૮૦, ૨૮૧
દેહમાં ચલે છે તે શલ્ય - શરીરમાં પ્રવિષ્ટ શલ્યવત્. તે શું છે? કામના કરાય તે કામ - મનોજ્ઞ શબ્દાદિ, શલ્યની માફક કામભોગો પણ સદા બાધા ઉત્પન્ન કરનારા છે, તથા જે વ્યાપે તે વિષ-તાલપુટાદિ, વિષ સમાન આ કામ છે. જ્યારે તેનો ઉપભોગ કરાય ત્યારે મધુર અને અતિ સુંદર લાગે છે, પરિણત થાય ત્યારે અતિ દારુણ આ ભોગો છે તથા જેની દાઢામાં વિષ છે, તે આશીવિષ. તેની સમાન આ કામભોગો છે. જેમ અજ્ઞાની વડે અવલોકાતાને મણિથી વિભૂષિત અને ફેલાયેલી ફેણની જેમ શોભન લાગે છે, પણ સ્પર્શાદિ વડે અનુભવાય ત્યારે વિનાશને માટે થાય છે, એવા આ કામભોગો છે.
કામની પ્રાર્થના કરતો અને ઈચ્છાતા એવા કામના અભાવથી તે દુષ્ટ એવી નરકાદિ ગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિવત્ અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકર કહ્યા છે.
વળી, સદ્વિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રાપ્તાર્થે ન જ પરિહરાય. પ્રાપ્તમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉચ્છેદ કરીને અપ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષુને કદાચિત્ પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati