Uttarajjhayana 675
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 675
- Language
- Gujarati
675
વિવેચન–૨૯૦
એ પ્રમાણે જેમ નમિએ નિશ્ચલત્વ કર્યું, તેમ બીજાએ પણ કરવું. ઉપલક્ષણથી કર્યું છે અને કરશે. તેની જેમ જ નહીં. કેમકે તેનું દૃષ્ટાંત તો નિદર્શન માટે છે. કેવા પુરુષો તે કરે છે? સંબુદ્ધ - મિથ્યાત્વ થકી દૂર જઈને જીવાજીવાદિ તત્ત્વને જાણેલો, પણ્ડિત - સુનિશ્ચિત કરેલ શાસ્ત્રાર્થ વાળો. પ્રવિચક્ષણ - અભ્યાસના અતિશયથી ક્રિયા પ્રતિ પ્રાવિણ્યવાળા. તેવો થઈને શું કરે? વિશેષથી તેના આસેવન થકી અટકે. કોના? ભોગોના. કોની જેમ? નમિ રાજર્ષિની જેમ નિશ્ચલ થઈને તેનાથી નિવૃત્ત થાય. અથવા આ પરમ ઉપદેશ છે એ પ્રમાણે ભોગોથી નિવૃત્ત થઈને અત્યંત નિશ્ચલપણે નિવર્તે. - X - X –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati