Pramāṇa · Search · About · API

Uttarajjhayana 676

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 676

Language
Gujarati

676

૦ નવમું અધ્યયન કહ્યું. હવે દશમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં ધર્મચરણ પ્રતિ નિષ્કંપત્વ કહ્યું. તે પ્રાયઃ અનુશાસનથી જ થાય છે. તે ઉપમા વિના સ્પષ્ટ ન થાય, એ પ્રમાણે પહેલાં ઉપમા દ્વારથી ‘અનુશાસન’ નામે આ અધ્યયન છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનો - X - નામ નિષ્પન્ન નિક્ષેપો ‘દ્રુમપત્રક’ એવું દ્વિપદ નામ છે. તેથી દ્રુમ અને પત્ર નો નિક્ષેપો કહે છે –

Linked texts (2)