Pramāṇa · Search · About · API

Uttarajjhayana 681

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 681

Language
Gujarati

681

વિવેચન–૨૯૧
દ્રુમ - વૃક્ષ, તેનું પાન, તે જ તથાવિધ અવસ્થા પામીને અનુકંપિત થાય, તે દ્રુમપત્રક, પાંડુરક - કાળના પરિમાણથી કે તેવા પ્રકારના રોગ આદિથી જે પ્રકારે આવા ભાવને પામે તે. શિથિલવૃંત બંધનત્વથી અનુક્રમે વૃક્ષથી ભ્રષ્ટ થાય છે. રાત્રિના સમૂહ, ઉપલક્ષણથી રાત્રિ અને દિવસનો સમૂહ વીતી જતાં, એવા પ્રકારે મનુષ્યોનું જીવન છે. ઉપલક્ષણથી બાકીના જીવોનું પણ જીવિત - આયુ છે તે પણ રાત્રિ-દિવસનો સમૂહ વીતી જતાં સ્થિતિ અનુસાર - સ્થિતિ ખંડકના અપહારરૂપ અધ્યવસાયાદિ વડે જનિત ઉપક્રમણથી અથવા જીવપ્રદેશોથી ભ્રંશ થાય છે, એ પ્રમાણે કહે છે.
અત્યંત નિરુદ્ધ કાળ તે ‘સમય’ અપિ શબ્દના હોવાથી અહીં સમયની જેમ આવલિકા આદિ પણ લેવા. ગૌતમ એ ગોત્ર સહિત ઈન્દ્રભૂતિનું આમંત્રણ છે. પ્રમાદ ન કર, બાકીના શિષ્યોને ઉપલક્ષણથી લેવા ગૌતમનું ગ્રહણ કરેલ છે. નિર્યુક્તિકારે કહેલ છે કે, ‘તેની નિશ્રાએ ભગવાન શિષ્યોને અનુશાસન આપે છે.’ અહીં ‘પાંડુરક’ પદના આક્ષેપથી યૌવનનું પણ અનિત્યત્વ બતાવવા માટે કહે છે –

Linked texts (2)