Pramāṇa · Search · About · API

Uttarajjhayana 682

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 682

Language
Gujarati

682

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૦૭ થી ૩૦૯ + વિવેચન [૧૦/નિર્યુક્તિ-૩૦૭ થી ૩૦૯ + વિવેચન]
પરિવર્તિત - કાળ પરિણતિથી અન્યથાકૃત, લાવણ્ય - આના અભિરામ ગુણાત્મક. તે પરિવર્તિત લાવણ્ય. તેને પૂર્વવત્‌ સૌકુમાર્યાદિ હોતું નથી તથા જેમાં સંધિઓ શિથિલ થાય છે, તેથી જ વૃક્ષ સામર્થ્યથી વૃંતક પત્રબંધનનો ત્યાગ કરે છે. તે મુંચત્‌વૃંતક - વૃંતના વૃક્ષમોચનથી પત્રનું પડવું જ થાય છે. આપત્તિને પ્રાપ્ત પત્ર તે વ્યસન પ્રાપ્ત તથા કાળના પ્રક્રમથી પતન પ્રસ્તાવ, તેને પ્રાપ્ત. ગવાય તે ગાથા - છંદ વિશેષ રૂપ. તેને જ કહે છે
જેમ તમે વર્તમાન કિશલયના ભાવને અનુભવો છો - સ્નિગ્ધાદિ ગુણો વડે ગર્વને વહન કરો છો, અમારી હાંસી કરો છો, તેવા તમે પણ થશો જેવા હાલ અમે છીએ. જિર્ણભાવમાં જ જે રીતે અમે અત્યારે વિવર્ણ-વિચ્છાયપણાથી હાંસી કરીએ છીએ, તેમ તમે પણ કરશો.
આ ન્યાયથી જેમ પિતા પુત્રને કહે તેમ ઉપદેશ આપે છે. (કોણ?) જિર્ણ પત્રો અભિનવ પત્રોને. (શંકા) પત્ર કિસલયનો ઉલ્લાપ કઈ રીતે સંભવે છે? કે જેથી આમ કહો છો? આવો સંવાદ થતો નથી, થશે નહીં, થયો પણ નથી. (કોને?) કિશલય પાંડુપત્રોને. તો પછી અહીં કેમ એ પ્રમાણે કહ્યું - આ તો ઉપમા માત્ર છે. ભવિકજનને વિબોધ કરવાને માટે અહીં વિહિત છે. તે આ પ્રમાણે –
જેમ અહીં કિશલય પાંડુપત્ર વડે અનુશાસિત કરાય છે, તેમ બીજા પણ યૌવનગર્વિતને અનુશાસિત કરવા. આનો અનુવાદ વાચકવર્યએ આમ કરેલો છે – લોક જરા વડે પરિજર્જરીત કરાયેલા શરીરનો કેમ પરાભવ કરો છો? થોડાં કાળમાં તમે પણ તેવા જ થશો. શા માટે યૌવનના ગર્વનું વહન કરો છો? એ પ્રમાણે જીવિત અને યૌવનનું અનિત્યત્વ જાણીને પ્રમાદ ન કરવો જોઈએ. હવે આયુષ્યનું અનિત્યત્વ જણાવવાને કહે છે –

Linked texts (1)