Pramāṇa · Search · About · API

Uttarajjhayana 686

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 686

Language
Gujarati

686

વિવેચન–૨૯૩
ઉક્ત ન્યાયથી ઈત્વર એટલે સ્વલ્પકાળભાવી અને ઉપક્રમ હેતુ વડે અનપવર્ત્યપણાથી યથાસ્થિતિ એ પ્રમાણે અનુભવનીયપણાને પામે તે આયુ. અને તે નિરૂપક્રમ જ છે, તેમાં તથા અનુકંપિત જીવિત, સોપક્રમ આયુમાં ઘણાં ઉપઘાત હેતુઓ અધ્યવસન નિમિત્તાદિ રહેલા છે. આના વડે અનુકંપપણાનો હેતુ બતાવ્યો. એ પ્રમાણે ઉક્તરૂપ દ્રુમપત્રના ઉદાહરણથી અને કુશના અગ્રભાગે રહેલા જલબિંદુના ઉદાહરણથી મનુષ્યનું આયુ નિરૂપક્રમ અને સોપક્રમ બતાવ્યું. તેથી તેની અનિત્યતા માનીને જીવથી પૃથક્‌ કરવા. કોને? તે કાળની અપેક્ષાથી પૂર્વે કરેલા. તે દૂર કરવાનો ઉપાય કહે છે – હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. - X - X - જો મનુષ્ય ભવ પામ્યા છો, તો ઉદ્યમ કરવો. તે કહે છે –

Linked texts (2)