Uttarajjhayana 690
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 690
- Language
- Gujarati
690
વિવેચન–૨૯૫ થી ૩૦૪
પૃથ્વી - કઠિનરૂપ, તે જ કાય - શરીર, પૃથ્વીકાય - તે અતિશયથી મરીને. તેના ઉત્પતિ લક્ષણથી પ્રાપ્ત તે અતિગત. ઉત્કૃષ્ટથી જીવ, તે જ રૂપે ત્યાં રહે. કાલ - સંખ્યાતિત અર્થાત્ અસંખ્ય. જો એમ છે, તેથી હે ગૌતમ! ક્ષણવાર પણ પ્રમાદી થતો નહીં. આ પ્રમાણે અટકાયાદિ ત્રણે સૂત્રો જાણવા. વનસ્પતિ સૂત્ર તેમજ જાણવું. વિશેષ એ કે - કાળ અનંત કહેવો. અનંતકાયિકની અપેક્ષાથી આ વિધાન છે. પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાત કાળ છે તથા દુષ્ટ અંત જેનો છે તે દુરંત, એ પણ સાધારણ અપેક્ષાથી જ છે. તે જ અત્યંત અલ્પબોધપણાથી ત્યાંથી ઉદ્ધૃત થઈને પણ પ્રાયઃ વિશિષ્ટ માનુષાદિ ભવને પ્રાપ્ત કરતા નથી.
અહીં કાળમાં સંખ્યાતીત એવું વિશેષ અભિધાન છતાં પણ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે, અનંત વિશેષણથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે તેમ જાણવું. કેમકે આગમ માં કહેલ છે કે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી એકેન્દ્રિય ચારની અને અનંત વનસ્પતિની જાણવી.
દ્વે - બે સંખ્યા ઈન્દ્રિયની તે સ્પર્શન અને રસના જેમાં છે તે બેઈન્દ્રિય કૃમિ આદિ, તેની કાયા ઉત્કૃષ્ટથી - જીવ તેમાં સંખ્યાત હજાર વર્ષ રહે. તેથી ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદી ન થા. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાણવા.
પાંચ ઈન્દ્રિયો - સ્પર્શનાદિ જેમને છે તે. તેમાં આગળ દેવ અને નારકને કહ્યા હોવાથી મનુષ્યત્વના દુર્લભપણાથી પ્રક્રમથી તિર્યંચ જ લેવા. અર્થાત્ તે કાયમાં ઉત્પત્તિ કહેવી. ઉત્કૃષ્ટથી સાત કે આઠ ભવ તેમાં રહે. તેને જ તે ભવોનું ગ્રહણ-જન્મોપાદાન સાત, આઠ ભવ કહ્યું.
દેવો અને નારકમાં રહેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવગ્રહણ વડે જ રહે. ત્યારપછી અવશ્ય મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પાદ થાય. તેનો ઉત્કૃષ્ટ કાળ તેંત્રીશ સાગરોપમ પ્રમાણ છે. તેમાં એક-એક ભવનું ગ્રહણ જ કહેલ છે. માટે જીવ તેટલું જ ત્યાં રહે, માટે પ્રમાદ ન કરવો. ઉક્ત અર્થના જ ઉપસંહારને માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati