Pramāṇa · Search · About · API

Uttarajjhayana 689

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 689

Language
Gujarati

689

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૯૫ થી ૩૦૪ [૧૦/૨૯૫ થી ૩૦૪]
[૨૯૫] પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
[૨૯૬] અપ્‌કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
[૨૯૭] તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
[૨૯૮] વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.
[૨૯૯] વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ રહે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
[૩૦૦] બેઈન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
[૩૦૧] તેઈન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
[૩૦૨] ચઉરિન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
[૩૦૩] પંચેન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવ તેમાં રહે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં.
[૩૦૪] દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં.

Linked texts (2)