Pramāṇa · Search · About · API

Uttarajjhayana 692

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 692

Language
Gujarati

692

વિવેચન–૩૦૫
ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ કાયસ્થિતિ લક્ષણથી થવું જ - તિર્યંચ આદિ જન્મરૂપ સંસરવાપણાથી સંસાર તે ભવસંસાર, તેમાં પર્યટન કરે છે.. શુભ - શુભ પ્રકૃતિરૂપ, અશુભ - અશુભ પ્રકૃતિરૂપ તે શુભાશુભ, કર્મ - પૃથ્વીકાયાદિ ભવ નિબંધન વડે પ્રાણી પ્રમાદથી વ્યાપ્ત થઈને અથવા ઘણાં ભેદોને લાવે તે બહુલ - મદ્ય આદિ અનેક ભેદથી પ્રમાદ એટલે ધર્મ પ્રતિ અનુદ્યાત્મક જેને છે તે બહુલ પ્રમાદ. અહીં આશય એવો છે કે જીવ પ્રમાદ - બહુલ થઈ શુભાશુભ કર્મો એકઠાં કરે છે. એકઠાં કરીને, તેને અનુરૂપ ગતિમાં તેવા-તેવા ભાવોને પામીને ભ્રમણ કરે છે. તેના કારણે ફરી માનુષત્વ દુર્લભ થાય છે. આ રીતે પ્રમાદના મૂળપણાથી બધી અનર્થ પરંપરા થાય છે. તે કારણે હે ગૌતમ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. એ પ્રમાણે મનુજત્વનું દુર્લભત્વ કહ્યું. હવે તે પામીને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે, તેને કહે છે –

Linked texts (2)