Uttarajjhayana 693
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 693
- Language
- Gujarati
693
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૦૬ થી ૩૧૦ [૧૦/૩૦૬ થી ૩૧૦]
[૩૦૬] દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમકે ઘણાં દસ્યુ અને મ્લેચ્છ હોય છે, ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૦૭] આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્વ દુર્લભ છે. ઘણાં વિકલેન્દ્રિયો દેખાય છે. ગૌતમ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર.
[૩૦૮] અહીન પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ પછી પણ ઉત્તમ ધર્મનું શ્રમણ દુર્લભ છે. કુતીર્થિકોની ઉપાસના કરનારા લોકો દેખાય છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૦૯] ઉત્તમ ધર્મની શ્રુતિ મળવા છતાં તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. ઘણાં લોકો મિથ્યાત્વ સેવે છે. તેથી ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૧૦] ધર્મની શ્રદ્ધા કરતો પણ તદનુરૂપ આચરણ દુર્લભ છે. ઘણાં લોકો કામગુણોમાં મૂર્ચ્છિત છે. તેથી ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit