Uttarajjhayana 696
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 696
- Language
- Gujarati
696
વિવેચન–૩૧૧ થી ૩૧૬
પરિજીર્યતિ - સર્વ પ્રકારે વયની હાનિ અનુભવે છે. તારું શરીર જરા આદિથી અભિભૂતપણાથી અનુકંપનીય થયું છે, અથવા આત્માને પરિનિંદે છે - અર્થ કરવો. જેમકે - મને ધિક્કાર છે, હું કેવો થઈ ગયો? કઈ રીતે? માથાના વાળ, ઉપલક્ષણથી રોમ પણ સફેદ થઈ ગયા છે. પૂર્વે લોકોના નયનને આકર્ષણ કરતાં અતિ કૃષ્ણ હતા, હવે સફેદ થઈ ગયા છે. - X - પૂર્વે જે મારું શ્રોત બળ અર્થાત્ દૂર આદિના શબ્દોને સાંભળવાનું સામર્થ્ય હતું તે, વૃદ્ધાવસ્થાથી ક્ષયને પામી રહ્યું છે. અથવા શરીરની જીર્ણતા અવસ્થાને વિચારવી, આ બંને યોજના - શરીર જીર્ણ થઈ રહ્યું છે અને વાળ સફેદ થઈ રહ્યા છે. એ પ્રમાણે આ શ્રોત્રબળ ઘટી રહ્યું છે, તેથી શરીરના સામર્થ્યના અસ્થિરપણાથી, ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચે સૂત્રો જાણવા.
વિશેષ એ કે – અહીં પહેલાંથી શ્રોત્રનું ઉપાદાન તેની પ્રધાનતા બતાવે છે. તેનું પ્રધાનત્વ તેના હોવાથી બાકીની ઈન્દ્રિયોના અવશ્ય ભાવથી પટુતર ક્ષયોપશમજત્વથી છે. તથા ઉપદેશના અધિકારથી ઉપદેશનું શ્રોત્રગ્રાહ્યત્વથી છે. તથા સર્વબળ - એટલે હાથ, પગ આદિ અવયવોના સ્વ-સ્વ વ્યાપારનું સામર્થ્ય, અથવા મન - વચન - કાયાના બધાં ધ્યાન, અધ્યયન, ચંક્રમણ આદિ ચેષ્ટા વિષયક શક્તિ.
વૃદ્ધાવસ્થાથી શરીરની અશક્તિ કહી, હવે રોગથી તેને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati