Uttarajjhayana 695
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 695
- Language
- Gujarati
695
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૧૧ થી ૩૧૬ [૧૦/૩૧૧ થી ૩૧૬]
[૩૧૧] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
[૩૧૨] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
[૩૧૩] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, ઘ્રાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૧૪] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળસફેદ થઈ રહ્યાછે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૧૫] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર.
[૩૧૬] તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વબલ હીન થાય છે. ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit