Pramāṇa · Search · About · API

Uttarajjhayana 698

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 698

Language
Gujarati

698

વિવેચન–૩૧૭
અરતિ - વાત આદિથી જનિત ચિત્તનો ઉદ્વેગ. ગંડ - ફુંસી ફોડા. વિસૂચિકા - શરીરને વિંધે છે તે અજીર્ણ વિશેષ. આતંક - સર્વ આત્મ-પ્રદેશ અભિવ્યાપ્તિથી આત્માને જીવિત કૃચ્છ્ર કરે છે, તે આતંક - જલદી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર.
જો કે ગૌતમને કેશ-વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે. જે રીતે ‘અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે –

Linked texts (2)