Uttarajjhayana 712
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 712
- Language
- Gujarati
712
વિવેચન–૩૨૪
તું તીર્ણ છો. કોને? મોટા ભારે સમુદ્રને. અહીં કિં પ્રશ્ન અર્થમાં, પુનઃ વાક્ય ઉપન્યાસ માટે છે. તેથી કિનારો પામીને શા માટે ઉભો છે? અહીં શું કહેવા માંગે છે? ભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ કે કર્મોને ભાવથી સમુદ્ર કહે છે. તે બંને પ્રકારે પણ તેં પ્રાયઃ ઉત્તીર્ણ કરેલો જ છે. હવે કીનારે આવીને શા માટે ઔદાસીન્યને ધારણ કરે છે? આશય એ છે કે - હવે તારે આ ઉચિત નથી. પરંતુ અભિમુખ્યતાથી પરતીર - ભાવથી મુક્તિપદે જવાને શીઘ્ર - ઉતાવળો થા. તે માટે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. હવે જો થાય કે - મારામાં પારપ્રાપ્તિની યોગ્યતા જ નથી, તેથી કહે છે - અથવા બાકીના શિષ્યોની અપેક્ષાથી આ અપ્રમાદનું શું ફળ છે? તેથી ફરી-ફરી આ પ્રમાણે ઉપદેશ આપે છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati