Pramāṇa · Search · About · API

Uttarajjhayana 716

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 716

Language
Gujarati

716

વિવેચન–૩૨૬
બુદ્ધ - હેય આદિ વિભાગને ક્ષણનાર, પરિનિવૃત્ત - કષાય અગ્નિના ઉપશમનથી ચોતરફ શીતીભૂત થઈને સંયમનું આસેવન કર. ગામમાં કે નગરમાં રહે. ઉપલક્ષણથી અરણ્ય આદિમાં રહે. અહીં એવું કહેવા માંગે છે કે - બધામાં અનાસક્ત થઈને રહે. સંયત - સમ્યક્‌ રીતે પાપસ્થાનોથી ઉપરત - અટકેલ. જેના બધાં દુરિતો શાંત થયેલા છે તે. શાંતિ - નિર્વાણ. તેનો માર્ગ - પન્થ અથવા શાંતિ એટલે ઉપશમ. તે જ મુક્તિ હેતુપણાથી માર્ગ છે, તેવો શાંતિ માર્ગ. દશવિધ ધર્મોપલક્ષણ શાંતિનું ગ્રહણ કરવું. તેની બૃંહણા કર એટલે કે ભવ્ય જનોને પ્રરૂપવા વડે વૃદ્ધિને પમાડ.

Linked texts (2)