Uttarajjhayana 72
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 72
- Language
- Gujarati
72
વિવેચન–૧૧
કદાચ ચંડ એવા અલીક તે ચાંડાલીક કર્મ કરે તો તેને ગોપવે નહીં - કર્યું નથી તેમ ન કહે. - X - તો તેણે શું કરવું? ચાંડાલીક કર્મ કરેલ હોય તો કરેલ જ છે, તેમ કહે પણ ભય કે લજ્જા આદિથી નથી કર્યું તેમ ન કહે. જો ન કરેલ હોય તો ‘નથી કર્યું’ તેમ જ કહે. - X - X - X - કદાચિત જો કોઈ અતિચારનો સંભવ હોય તો લજ્જાદિ ન કરે, સ્વયં ગુરુ સમીપે આવીને - જેમ બાળક કાર્ય કે અકાર્યને જેમ હોય તેમ કહે. તે માયા અને મદને છોડીને તે પ્રમાણે જ આલોચે છે. બીજાને પ્રતીત કે અપ્રતીત મનઃ શલ્યને યથાવત્ આલોચે છે. આ રીતે તપ અંતર્ગત આલોચના પ્રાયશ્ચિત્તનો ભેદ બતાવીને બાકીના તપોભેદના આશ્રિતત્વથી તપોવિનય કહ્યો.
તો શું વારંવાર ગુરુના ઉપદેશથી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી? આવી શંકાને દૂર કરવાને માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati