Pramāṇa · Search · About · API

Uttarajjhayana 721

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 721

Language
Gujarati

721

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૧ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૧ + વિવેચન]
ભાવ બહુત્વથી બહુક ચૌદ પૂર્વો - ઉત્પાદપૂર્વ આદિ અનંત ગમ યુક્ત છે. તેમાં ગમ - જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે. ગમ - વસ્તુ પરિચ્છેદ પ્રકારો નામ આદિ, તેના વડે યુક્ત અને ઉપલક્ષણથી પર્યાય આદિ લેવા. આના વડે તદાત્મકપણાથી પૂર્વોનું પણ આનંત્ય કહ્યું. આ કાય ભાવમાં વર્તે છે, જેનાથી ‘ભાવબહુ’ કહેવાય? તે કહે છે – ‘ભાવ’ આત્મ-પર્યાયમાં ક્ષાયોપશમિકમાં ચૌદ પૂર્વો વર્તે છે. ક્ષાયિક ભાવમાં કોઈ ‘ભાવબહુ’ કેમ નથી? છે, તે કહે છે – કર્મના ક્ષયથી ઉત્પન્ન અને અનંત પર્યાયપણાથી કેવળજ્ઞાન પણ ભાવબહુક છે. ‘બહુ’ કહ્યું. હવે સૂત્ર કે શ્રુત કહે છે –

Linked texts (1)