Pramāṇa · Search · About · API

Uttarajjhayana 720

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 720

Language
Gujarati

720

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૦ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૦ + વિવેચન]
બહુ - ઘણું, સુય - સૂત્ર કે શ્રુત. તેની પૂજા. આ ત્રણે પદોના નામ આદિ ચાર પ્રકારે નિક્ષેપા થાય છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યથી બહુ તે દ્રવ્યબહુત્વ, તેનાથી ઘણાં જીવ - ઉપયોગ લક્ષણ, પુદ્ગલ - સ્પર્શાદિ લક્ષણ, ચ શબ્દથી પુદ્ગલોનું જીવની અપેક્ષાથી બહુતરત્વ બતાવે છે. તે પણ એકૈક સંસારી જીવપ્રદેશમાં અનંતાનંત જ હોય છે. જીવપુદ્ગલો જ ‘દ્રવ્યબહુ’ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશના એક દ્રવ્યત્વથી અને કાળના પણ તત્ત્વપણાથી સમયરૂપત્વથી બહુત્વનો અભાવ છે.

Linked texts (1)