Pramāṇa · Search · About · API

Uttarajjhayana 726

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 726

Language
Gujarati

726

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૭ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૭ + વિવેચન]
જે ચૌદ પૂર્વધર છે, સમસ્ત જે અ કારાદિ અક્ષરો છે, તેમની તે-તે અર્થની અભિધાયકતાથી સાંગત્યથી ઘટનાકરણ તે સર્વાક્ષર સંનિપાત, તે અધિગમ વિષયપણાથી જેનામાં વિદ્યમાન છે, તે આ સર્વાક્ષર સંનિપાત. નિપુણ - કુશલ, જે ચૌદપૂર્વીની પૂજા - ઉચિત પ્રતિપત્તિરૂપ છે, ઉપલક્ષણ થકી આ શેષ બહુશ્રુતોની પૂજા. પ્રાધાન્યથી આનું જ ઉપાદાન છે. નિશ્ચિત તે ભાવવિષયક છે. બહુશ્રુત પૂજા લક્ષણથી ભાવપૂજા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂત્ર કહેવું જોઈએ –

Linked texts (1)